અમદાવાદઃ ગાંધીનગરના કોબા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ ગુજરાત MLA ક્રિકેટ લીગ 2.0 નો પ્રારંભ કરાવ્યો છે. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની પ્રેરણાથી બીજી વખત યોજાઈ રહેલી આ લીગ 17થી 20 માર્ચ સુધી ચાલશે. જેમાં 8 ટીમો ભાગ લઈ રહી છે. પ્રથમ દિવસે બનાસ ટીમ અધ્યક્ષ શંકર ચૌધરી ઇલેવન તરીકે અને નર્મદા ટીમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઇલેવન તરીકે રમવા માટે મેદાનમાં ઉતરી હતી.

દુર્ગા ટીમ વચ્ચે પણ લીગના પ્રથમ દિવસે મુકાબલો થયો હતો

વિધાનસભા સત્રમાં રાજ્યના વિકાસની ચર્ચા-મંથનમાં સહભાગી થતા ધારાસભ્યોમાં ગૃહની બહાર પણ રમત-ગમત દ્વારા ખેલદિલીની ભાવના પ્રબળ બને તેવા હેતુથી અધ્યક્ષ શંકર ચૌધરીની પ્રેરણાથી સતત બીજીવાર આ એમ.એલ.એ. ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવ્યું છે. મહિલા ધારાસભ્યોની શક્તિ ટીમ અને વિધાનસભાના મહિલાકર્મીઓની દુર્ગા ટીમ વચ્ચે પણ લીગના પ્રથમ દિવસે મુકાબલો થયો હતો. તેમાં મહિલા ધારાસભ્યોની શકિત ટીમનો વિજય થયો હતો. આ ઉપરાંત સાબરમતી અને ભાદર ટીમ વચ્ચે પણ મેચ યોજાઈ હતી.

વિધાનસભાના અધિકારી-કર્મચારીઓ વચ્ચે ક્રિકેટ મેચ યોજાવાની

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here