ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં આજે ગુજરાત જમીન મહેસુલ (સુધારા) વિધેયકને મંજુરી આપવામાં આવી હતી. આ સુધારા વિધેયક રજૂ કરતાં મંત્રી રાજપૂતે જણાવ્યું કે રાજ્યના શહેરોની આસપાસના વિસ્તારોમાં વસતા નાગરિકો સરકારના જુદા જુદા કાયદા હેઠળ શરતભંગ થતો હોવાથી ચોક્કસ અવેજ ચૂકવીને મકાન કે સોસાયટીઓમાં વસવાટ કરી રહ્યા છે. આવાં બાંધકામોને નિયમિત કરવા માટે પરિવર્તનીય વિસ્તાર તરીકે જાહેર કરી તેને વિનિયમિત કરી આપવા અને તેને કાયદેસરતા આપવાના ઉમદા હેતુ સાથે આ સુધારો કરવામાં આવનાર છે.

મંત્રીએ જણાવ્યું કે ‘સર્વજન હિતાય, સર્વ જન સુખાય’ને લક્ષ્યમાં રાખી રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદી ગુજરાતમાં સત્તામાં આવતાંની સાથે ઔદ્યોગિકરણ અને શહેરીકરણનો વ્યાપ ખૂબ ઝડપથી વધવા લાગ્યો. જેથી રાજ્યના નાગરિકો પોતાના પરિવારના શૈક્ષણિક, આર્થિક, સામાજિક અને સર્વાંગી વિકાસ માટે શહેરો તરફ વળવા લાગ્યા. જેના લીધે શહેરી વિસ્તારોની આજુબાજુમાં રહેઠાણની જરૂરિયાતમાં વધારો થયો છે.

તેમણે જણાવ્યું કે જે-તે સમયે કાયદાની અજ્ઞાનતાના કારણે જરૂરી હોય તેવી કાયદાકીય મંજૂરી લીધા વિના રહેણાકનાં બાંધકામો કરવામાં આવ્યાં હતાં. જેનું યોગ્ય અવેજ આપીને મકાનો ખરીદવામાં આવ્યાં અને રહેણાકના હેતુ માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. આથી આવા મકાનોમાં રહેતા નાગરિકોના રહેઠાણને કાયદેસરતા આપવાની જરૂરિયાત હતી.

આવા વિસ્તારોને પરિવર્તનીય તરીકે જાહેર કરી વિનિયમિત કરવા અંગે ગુજરાત અધિનિયમ ક્રમાંક-૨૩થી ગુજરાત જમીન મહેસૂલ (સુધારા) અધિનિયમ-૨૦૧૭ને તા.૧૮ એપ્રિલ, ૨૦૧૭ના રાજપત્રથી પ્રસિદ્ધ કર્યું છે અને આ અધિનિયમ તા. ૯ મે, ૨૦૧૭થી અમલમાં આવ્યો છે. આ અધિનિયમના પ્રકરણ-૯(ક)ની કલમ-૧૨૫(છ)(૧)ની જોગવાઇઓમાં વખતોવખત બદલાયેલા સંજોગો, વર્તમાન પરિસ્થિતિ તેમજ આ કાયદાનો વધુ સારી રીતે અમલ થાય, તે માટે તેમજ પારદર્શી અને લોકાભિમુખ વહીવટને વધુ સુદૃઢ બનાવવાના હેતુથી રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here