ખંભાતઃ શહેરની નગરપાલિકામાં ભૂગર્ભ ગટર યોજના હેઠળ થયેલા કામોમાં મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. વર્ષ 2017માં ભાજપના શાસનકાળ દરમિયાન તત્કાલીન પ્રમુખ યોગેશ ઉપાધ્યાય અને કારોબારી સમિતિના અધ્યક્ષે વાપીની એક કન્સ્ટ્રકશનને ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનના સમારકામ અને સફાઈનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો.  શરૂઆતમાં માસિક રૂ. 2,34,864ના દરે વાર્ષિક 28 લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ અપાયો હતો. જૂન 2020માં કોઈપણ ટેન્ડર પ્રક્રિયા વગર જ 30% વધારા સાથે કોન્ટ્રાક્ટ રિન્યુ કરવામાં આવ્યો હતો. છેલ્લા 6 વર્ષમાં માત્ર મરામત, સફાઈ અને વીમા પેટે 2 કરોડથી વધુની રકમ ચૂકવાઈ હોવોનું જાણવા મળ્યુ છે.

સૂત્રોના જણાવ્યામુજબ શહેરના એક જાગૃત નાગરિક અરુણભાઈ ગોહિલની ફરિયાદના આધારે વડોદરા ઝોનના પ્રાદેશિક કમિશનર એસ.પી. ભાગોરાએ તપાસ કરી હતી. તપાસમાં ગેરરીતિઓ સામે આવતા તેમણે પૂર્વ પ્રમુખ, કારોબારી ચેરમેન અને સંબંધિત અધિકારીઓ સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. કહેવાય છે કે, શરૂઆતમાં માસિક રૂ. 2,34,864ના દરે વાર્ષિક 28 લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ અપાયો હતો. જૂન 2020માં કોઈપણ ટેન્ડર પ્રક્રિયા વગર જ 30% વધારા સાથે કોન્ટ્રાક્ટ રિન્યુ કરવામાં આવ્યો હતો. છેલ્લા 6 વર્ષમાં માત્ર મરામત, સફાઈ અને વીમા પેટે 2 કરોડથી વધુની રકમ ચૂકવાઈ હતી. વિશેષમાં, 2023માં કોન્ટ્રાક્ટની મુદત પૂરી થયા બાદ પણ 9 માસનું એક્સટેન્શન આપીને વધારાના રૂ. 21.42 લાખ ચૂકવવામાં આવ્યા હતા, જે નગરપાલિકાના નિયમોનું ઉલ્લંઘન છે. ઉલ્લેખનીય છે કે ખંભાત નગરપાલિકાના પૂર્વ સત્તાધીશો સામે અગાઉ પણ ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે, પરંતુ કોઈ ઠોસ કાર્યવાહી થઈ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here