આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS India) આજે પોતાના કર્મચારીઓ અને તાલીમાર્થીઓએ મેળવેલી પદવીની ઉજવણી કરી રહ્યુ છે. આ વિદ્યાર્થીઓએ ગુજરાત સરકારની કૌશલ્ય – ધ સ્કિલ યુનિવર્સિટીના પ્રથમ દીક્ષાંત સમારોહમાં ડિગ્રી અને ડિપ્લોમા પ્રાપ્ત કર્યા છે. યુનિવર્સિટીની સ્થાપના બાદ આયોજિત આ પ્રથમ દીક્ષાંત સમારોહ બુધવાર, ઑક્ટોબર 08, 2025ના રોજ ઓરા ઑડિટોરિયમ, ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી કેમ્પસ, ગાંધીનગર ખાતે યોજાયો હતો.
પ્રતિષ્ઠિત મહેમાનોની હાજરીએ ઉદ્યોગ ક્ષેત્રના કૌશલ્ય વિકાસને નવી દિશા આપી AM/NS Indiaના કર્મચારીઓ અને તાલીમાર્થીઓનો દીક્ષાંત સમારોહ અનેક પ્રતિષ્ઠિત મહેમાનોની હાજરીમાં ઉજવાયો હતો, જે ઉદ્યોગ-શિક્ષણ સહકારની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. સમારોહના મુખ્ય અતિથિ તરીકે શ્રી બલવંતસિંહ રાજપૂત, માનનીય મંત્રી – ઉદ્યોગ, એમએસએમઈ, ખાદી અને ગ્રામ ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન, તથા રોજગાર વિભાગ, ગુજરાત સરકાર હાજર રહ્યા. સમારોહની અધ્યક્ષતા શ્રી પંકજ જોષી, IAS, મુખ્ય સચિવ – ગુજરાત સરકાર અને કૌશલ્ય – ધ સ્કિલ યુનિવર્સિટીના અધ્યક્ષે કરી હતી.
શ્રી આશુતોષ તેલંગ, ડિરેક્ટર અને વાઇસ પ્રેસિડન્ટ – એચઆર અને એડમિનિસ્ટ્રેશન, AM/NS India, સમારોહમાં વિશિષ્ટ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. અન્ય પ્રતિષ્ઠિત મહેમાનોમાં ડૉ. વિનોદ રાવ, IAS, મુખ્ય સચિવ – લેબર, કૌશલ્ય વિકાસ, રોજગાર વિભાગ તથા ચેરમેન, બોર્ડ ઑફ મેનેજમેન્ટ, અને ડૉ. એસ.પી. સિંહ, ડિરેક્ટર જનરલ – કૌશલ્ય યુનિવર્સિટીનો સમાવેશ થાય છે.
AM/NS Indiaના એકેડેમી ફોર સ્કિલ ડેવલપમેન્ટ થકી પ્રશિક્ષિત આ વિદ્યાર્થીઓની હાજરી કંપનીના વર્ક ઈન્ટિગ્રેટેડ લર્નિંગ પ્રોગ્રામ્સ (WILPs)ની સફળતાનું ઉત્તમ ઉદાહરણ છે, જે ઉદ્યોગ માટે કાર્યબળ તૈયાર કરવામાં સહાયરૂપ છે.
પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ અને ઉદ્યોગ સાથે જોડાયેલા અભ્યાસક્રમો
કુલ 184 AM/NS Indiaના કર્મચારીઓ અને કંપનીની એકેડમી ફોર સ્કીલ ડેવલપમેન્ટમાંથી તાલીમ પ્રાપ્ત કરનારા તાલીમાર્થીઓએ કૌશલ્ય – ધ સ્કિલ યુનિવર્સિટી (KSU) પાસેથી પોતાની પદવી પ્રાપ્ત કરી છે: