રાજસ્થાનના કોટામાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. મહિલા શિક્ષિકાના પતિએ તેના પર એસિડ ફેંકી, તેને રૂમમાં બંધ કરી દીધી અને ભાગી ગયો. 70% દાઝી ગયેલી મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.
પીડિતા, મમતા ગૌર, જે સવાઈ માધોપુરના બાલેર ગામમાં ત્રીજા ધોરણની શિક્ષિકા છે, તે તાજેતરમાં એક શિક્ષક પરિષદમાં ભાગ લેવા કોટા આવી હતી. મમતા કોટાના સંતોષી નગરમાં પોતાના ઘરમાં રહેતી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, શુક્રવારે સવારે લગભગ 6 વાગ્યાની આસપાસ આરોપી પતિ સુનીલ દીક્ષિતે મમતાના હાથ-પગ બાંધી દીધા અને તેના પર એસિડ ફેંક્યું. આ પછી તે રૂમને બહારથી તાળું મારીને ભાગી ગયો હતો.