મોસ્કો. રશિયાના કઝાન શહેરમાં શનિવારે સવારે એક મોટો ડ્રોન હુમલો થયો, જેને અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર હુમલા જેવો જ ગણાવવામાં આવી રહ્યો છે. હુમલાના પરિણામે ત્રણ જિલ્લાઓમાં આગ લાગી – સોવેત્સ્કી, કિરોવસ્કી અને પ્રીવોલ્ઝસ્કી. જો કે હજુ સુધી આ હુમલાની જવાબદારી કોઈએ લીધી નથી, પરંતુ રશિયાએ યુક્રેન પર સીધો આરોપ લગાવ્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર માનવરહિત ડ્રોન દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા બાદ, સોવેત્સ્કી અને કિરોવસ્કી જિલ્લાઓમાં ઘણી ઇમારતોમાં આગ લાગી હતી. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે જ્યારે સાયરન વાગે ત્યારે નાગરિકોને નીચે જવા અને શાંત રહેવાની સલાહ આપવામાં આવી હતી. તમામ અસરગ્રસ્ત ઈમારતોને તાત્કાલિક ખાલી કરાવવામાં આવી હતી અને ફાયર બ્રિગેડની ટીમોએ આગ પર કાબૂ મેળવવાનું ચાલુ રાખ્યું હતું.

રશિયન સુરક્ષા એજન્સીઓએ કહ્યું કે હુમલા બાદ ડ્રોનને નષ્ટ કરી દેવામાં આવ્યું છે. આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. સુરક્ષાના કારણોસર કઝાન એરપોર્ટ પર ફ્લાઈટ્સ રોકવામાં આવી છે.

હુમલા પાછળ કોનો હાથ છે તેની તપાસ ચાલી રહી છે. રશિયાએ તેને યુક્રેન દ્વારા આતંકવાદી હુમલો ગણાવ્યો છે, પરંતુ યુક્રેન તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી. આ ઘટનાથી રશિયામાં સુરક્ષાને લઈને ચિંતા વધી ગઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here