અમરેલી:  રાજ્યમાં કમોસમી વરસાદને લીધે કેરીના પાકને સૌથી વધુ નુકસાન થયું છે. આંબાઓ પરથી વાવાઝોડા અને વરસાદને લીધે કેરીઓ ખરી પડી છે. તેમજ બાગાયતદાર ખેડુતોએ માવઠા પહેલા જ કેરીઓ આંબાઓ પરથી ઉતારી હતી. તે માર્કેટમાં આવી રહી છે. પણ બદલાયેલા વાતાવરણને લીધે કેરીઓ બગડી જવાની દહેશતને લીધે ખેડુતો નીચા ભાવે પણ કેરીઓ વેચી રહ્યા છે. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવકમાં વધારો થયો છે. માર્કેટિંગ યાર્ડમાં 60 ક્વિન્ટલ કેસર કેરી અને 15 ક્વિન્ટલ હાફૂસ કેરી મળી કુલ 75 ક્વિન્ટલ કેરીની આવક થઈ હતી. કેસર કેરીના ભાવમાં 400 થી 600 ભાવમાં ઘટાડો થયો છે.

અમરેલી યાર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ કેસર કેરીનો ભાવ 600 થી 2000 રૂપિયા સુધી નોંધાયો છે. 60 ક્વિન્ટલની આવક થઈ હતી. સરેરાશ ભાવ 1600 રૂપિયા સુધી બોલાયો હતો. ગઈકાલે કેસર કેરીનો ભાવ 1000 રૂપિયાથી 2000 રૂપિયા સુધી નોંધાયો હતો. 15 ક્વિન્ટલ હાફૂસ કેરીની આવક નોંધાય થઈ હતી. જેનો 1750 રૂપિયા સરેરાશ ભાવ નોંધાયો છે. જ્યારે યાર્ડમાં ચીકુનો ભાવ 400 થી 800 રૂપિયા સુધી નોંધાયો છે. 30 ક્વિન્ટલની આવક નોંધાય છે. 650 રૂપિયા સરેરાશ ભાવ નોંધાયો હતો. દાડમનો ભાવ 800 રૂપિયાથી 1600 રૂપિયા સુધી નોંધાયો છે. 15 ક્વિન્ટલની આવક નોંધાય છે. 1200 રૂપિયા સરેરાશ ભાવ નોંધાયો છે.

અમરેલી માર્કેટિંગ યાર્ડમાં મોસંબીનો ભાવ 400 થી 700 રૂપિયા સુધી નોંધાયો હતો. 15 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી. 600 રૂપિયા સરેરાશ ભાવ નોંધાયો હતો. ટેટીનો ભાવ 200 થી 400 રૂપિયા સુધી નોંધાયો હતો. 25 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી. તરબૂચનો ભાવ 160 રૂપિયાથી 280 રૂપિયા સુધી નોંધાયો હતો. 30 ક્વિન્ટલની તરબૂચની આવક નોંધાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here