મહેસાણાઃ જિલ્લામાં ખનીજ ભરેલા પરમિટ વિનાના વાહનોની બેરોકટોક અવર-જવર થતી જોવા મલી રહી છે. પાટણ અને બનાસકાંઠામાંથી ખનીજચોરી કરીને વાહનો મહેસાણા જિલ્લામાંથી પસાર થતાં હોવાથી આવા વાહનોનું ચેકિંગ કરવા ખનીજ વિભાગે ઝુબેશ આદરી છે. ત્યારે જિલ્લા ભૂસ્તર ટીમે પૂર્વ બાતમીના આધારે કડી-થોળ હાઈવે પર પેટ્રોલિંગ દરમિયાન રોયલ્ટી પરમીટ વગર રેતી ભરીને જતાં પાંચ ડમ્પર પકડ્યા હતા.

મહેસાણા ખનીજ વિભાગના અધિકારીઓની ટીમે મળેલી બાતમીના આધારે ટીમે કડી-થોળ હાઈવે પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન વારાફરતી પસાર થતાં ચાર ડમ્પર અને એક ઓવરલોડ રેતી ભરેલું ડમ્પર પકડાયું હતું. રેતી ભરેલા ડમ્પરચાલકો પાસે પરમિટ પણ નહોતી, તમામ પાંચ ડમ્પરને કડી ખાતેના ગણેશ સ્ટોક યાર્ડમાં મૂકવામાં આવ્યા હતા. ભૂસ્તર વિભાગે પાંચ ડમ્પર અને રેતી સહિત કુલ બે કરોડ રૂપિયાની માલમત્તા જપ્ત કરી છે. અને વાહન માલિકો સામે દંડનાત્મક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મહેસાણા જિલ્લો ગેરકાયદે ખનિજ ચોરી માટેનું કેન્દ્ર બની ગયો છે. ખાસ કરીને બનાસકાંઠા અને પાટણ જિલ્લામાંથી અનધિકૃત રીતે ખનિજ ભરીને પસાર થતાં વાહનોની અવરજવર વધી છે. આ રૂટને સલામત માનીને ડમ્પરચાલકો બેફિકર બનીને હેરાફેરી કરી રહ્યા છે. ત્યારે ખનીજ વિભાગે હાઈવે તેમજ અંતરિયાળ રસ્તાઓ પર દોડતા ખનીજ ભરેલા ડમ્પરો સામે ચેકિંગ ઝૂંબેશ  હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here