ગાંધીનગરઃ ખેતીને વધુ નફાકારક બનાવીને ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે ગુજરાત સરકારે કૃષિ યાંત્રિકીકરણ પર વિશેષ ભાર મૂક્યો છે. ગુજરાતના ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદીમાં આર્થિક સહાય પૂરી પાડવા માટે રાજ્ય સરકારે ટ્રેક્ટરની ખરીદી પર સહાય આપવાની યોજના અમલમાં મૂકી હતી.

ગુજરાતના મહત્તમ ખેડૂતો ટ્રેક્ટરથી ખેતી કરી શકે તે માટે આ વર્ષના બજેટમાં ટ્રેક્ટર પર અપાતી સહાયમાં વધારો કરીને રૂપિયા એક લાખ કરવાની જોગવાઈ કરવામાં આવી છે.

આ અંગે માહિતી આપતા કૃષી મંત્રી રાઘવજી પટેલે કહ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં કચ્છ જિલ્લાના 4,088 જેટલા ખેડૂત લાભાર્થીઓને ટ્રેકટરની ખરીદી માટે રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here