ઓડિશા સરકારના માનનીય કેબિનેટ મંત્રી શ્રી કૃષ્ણચંદ્ર પાત્રા એ ગુજરાત સાયન્સ સિટીની મુલાકાત લીધી. તેમણે અહીં વિવિધ વૈજ્ઞાનિક પ્રદર્શનો, ઈનોવેટિવ મોડ્યુલ્સ અને ટેકનોલોજી આધારિત ઇન્ટરએક્ટિવ ગેલેરી નિહાળી અને તેની ઊંડાણપૂર્વક પ્રશંસા કરી. મુલાકાત દરમિયાન મંત્રીશ્રી એ જણાવ્યું કે, “ગુજરાત રાજ્ય દેશનું મોડલ સ્ટેટ છે. ઓડિશામાં સાયન્સ સિટી નથી જેને લઈને અમે આ સાયન્સ સિટીની મુલાકાત લીધી છે, અહીંયાથી જાણકારી લઈને ઓડિશામાં બહુ મોટું સાયન્સ સિટી બનાવવાના છીએ. અહીંયા બધું જોઈને આશ્ચર્ય થઈ રહ્યું છે તેમજ પેંગ્વિન એ પણ ત્રણ બચ્ચાઓને જન્મ આપ્યો છે જે જાણીને લાગ્યું કે આપણા દેશમાં પણ પેંગ્વિનની સાર સંભાળથી પરિણામ મળી શકે છે, અહીંયાથી અમે શીખીને જઈશું અને ઓડિશામાં સાયન્સ સિટીની શરૂઆત કરાવીશું.શ્રી પાત્રા એ ગુજરાત સરકાર તથા સાયન્સ અને ટેક્નોલોજી વિભાગના વિઝનને બિરદાવ્યું અને જણાવ્યું કે સાયન્સ સિટી જેવા કેન્દ્રો વૈજ્ઞાનિક અભિગમ માટેનો મજબૂત આધારસ્તંભ છે. ગુજરાત સાયન્સ સિટી દેશભરના પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓ માટે જ્ઞાન અને અનુભવથી ભરપૂર વાતાવરણ ઉભું કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here