ભારતની ટોચની વિશ્વસનીય ખાનગી લાઈફ ઈન્સ્યોરન્સ કંપનીઓ પૈકી એક એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સે હેક-એઆઈ-થોનની પહેલી આવૃત્તિ લોન્ચ કરી છે. જે એઆઈની મદદથી લાઈફ ઈન્સ્યોરન્સના ભાવિમાં પરિવર્તન લાવવા તેજસ્વી પ્રતિભાઓને પ્રોત્સાહન આપશે. આ પહેલ ભારતભરના ટેક્ વિદ્યાર્થીઓને ગ્રાહક અનુભવ, ઉત્પાદન સુલભતા અને છેતરપિંડી નિવારણ પર ધ્યાન કેન્દ્રિત કરતાં ઈન્સ્યોરન્સમાં નડતાં બિઝનેસ-નિર્ણાયક પડકારોના ઉકેલ શોધવા માટે યુનિક પ્લેટફોર્મ પૂરુ પાડે છે.એસબીઆઈ લાઈફની હેક-એઆઈ-થોનના વિવિધ રિઝનલ રાઉન્ડમાં 7500થી વધુ ટેક્. વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશન સાથે બહોળો પ્રતિસાદ મળ્યો હતો. પુણે, દિલ્હી અને ચેન્નઈના પ્રાદેશિક સ્થળોએ આયોજિત આ રાઉન્ડમાં 50થી વધુ ટીમે પોતાના ઈનોવેટિવ વિચારો રજૂ કર્યા હતા. આ રિઝનલ ફાઇનલિસ્ટમાંથી ટોચની 15 ટીમોને મુંબઈમાં યોજાનારા ગ્રાન્ડ ફિનાલેમાં તેમના ઈનોવેટિવ ઉકેલ રજૂ કરવા માટે પસંદ કરવામાં આવશે. જ્યુરી મૌલિકતા, શક્યતા અને વાસ્તવિક દુનિયાની સુસંગતતાના આધારે ઈનોવેટિવ ઉકેલોનું મૂલ્યાંકન કરશે.SBI લાઇફના હેક-એઆઈ-થોનના લોન્ચિંગ અંગે એસબીઆઈ લાઇફ ઇન્શ્યોરન્સના બ્રાન્ડ, કોર્પોરેટ કોમ્યુનિકેશન અને સીએસઆર ચીફ શ્રી રવિન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે, “જ્યારે વિવિધ વ્યક્તિઓ પરંપરાગત સીમાઓની બહાર સહયોગ કરે છે, ત્યારે ઈનોવેશન ખીલી ઉઠે છે. સાયબર સિક્યોરિટી, પર્સનલાઈઝેશન અને છેતરપિંડી નિવારણ જેવા વાસ્તવિક જીવનના પડકારોને ઉકેલવા માટે યુવા પ્રતિભાને આમંત્રિત કરી એસબીઆઈ લાઇફનું હેક-એઆઈ-થોન ભવિષ્ય માટે સજ્જ સોલ્યુશન્સ પ્રદાન કરવા પ્રોત્સાહન આપે છે. ઈન્સ્યોરન્સ ઈન્ડસ્ટ્રીની વિકસતી જરૂરિયાતો સાથે ઊંડાણપૂર્વક સંરેખિત છે. આ પહેલ ગ્રાહક અનુભવમાં વધારો કરવા ટેકનોલોજી-આધારિત અભિગમ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે.”વધુમાં ઉમેર્યું હતું કે, “એસબીઆઈ લાઈફમાં, અમારો ઉદ્દેશ વ્યક્તિઓને તેમના પ્રિયજનો માટે જરૂરી સુરક્ષા પૂરી પાડીને તેમના સપનાઓને સાકાર કરવાનો છે. એસબીઆઈ લાઈફ હેક-એઆઈ-થોન આ વિઝનનું વિસ્તરણ છે – જે યુવાનોને ઈનોવેશન્સ સાથે સશક્ત બનાવી ડિજિટલ-ફર્સ્ટ વિશ્વમાં ઈન્સ્યોરન્સને સરળ, વધુ સુલભ અને સુસંગત બનાવે છે. સહભાગીઓની સર્જનાત્મકતા અને સમસ્યાનું નિરાકરણ કરવાની માનસિકતા આપણી આવનારી પેઢીઓની શક્તિમાં અર્થપૂર્ણ પરિવર્તન લાવવાની અમારી દ્રઢતાને પુનઃસ્થાપિત કરે છે. આ પહેલ સાથે, અમે અમારા વચનને પરિપૂર્ણ બનાવવાનું ચાલુ રાખીએ છીએ: ફક્ત જીવન માટે ઈન્સ્યોરન્સ જ નહીં, પરંતુ તેમને સશક્ત બનાવવાનું – અપને લિયે, અપનો કે લિયે.”નવા દ્રષ્ટિકોણ અને સહયોગી ઉકેલોને આમંત્રિત કરતાં આ પહેલનો હેતુ એસબીઆઈ લાઈફની ડિજિટલ પરિવર્તન યાત્રા સાથે સુસંગત કાર્યક્ષમ વિચારોનું સર્જન કરવાનો છે- આખરે એક સ્માર્ટ, વધુ સમાવિષ્ટ અને કન્ઝ્યુમર-ફર્સ્ટ ઈન્સ્યોરન્સ અનુભવને આકાર આપવાનો છે.