એરિસઇન્ફ્રા સોલ્યુશન્સ લિમિટેડને એ જાહેર કરતા આનંદ થાય છે કે અગ્રણી ડેવલપમેન્ટ મેનેજમેન્ટ પાર્ટનર અને તેની પેટાકંપની એરિસયુનિટર્ન આરઈ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ (યુનિટર્ન) તથા બેંગાલુરુ સ્થિત અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર મેરુશ્રી ડેવલપર્સે શહેરના આઈવીસી રોડ પર બુટિક લક્ઝરી વિલા કમ્યૂનિટી મેરુશ્રી સનસ્કેપના લોન્ચની આજે જાહેરાત કરી છે. 5.5 એકર જમીનમાં ફેલાયેલો આ પ્રોજેક્ટ શહેરના સૌથી ઝડપથી વિકસતા કોરિડોર્સ પૈકીના એકમાં હાઇ-એન્ડ લિવિંગને નવેસરથી વ્યાખ્યાયિત કરશે.2,75,000 ચોરસ ફૂટના ટોટલ ડેવલપમેન્ટ એરિયા અને 2,35,000 ચોરસ ફૂટ સેલેબલ એરિયા સાથે આ પ્રોજેક્ટ રૂ. 250 કરોડથી વધુની ગ્રોસ ડેવલપમેન્ટ વેલ્યુ (જીડીવી) ધરાવે તેવી સંભાવના છે. આ લોન્ચનો પ્રારંભ 27-28 ઓગસ્ટના રોજ એક હાઇ-પાવર્ડ ચેનલ પાર્ટનર (સીપી) ઇવેન્ટ સાથે થશે જેમાં 500થી વધુ ચેનલ પાર્ટનર્સ ઉપસ્થિત રહે તેવી સંભાવના છે. ત્યારબાદ 30 ઓગસ્ટે સત્તાવાર જાહેર લોન્ચિંગ કરાશે.મેરુશ્રી સનસ્કેપમાં 76 એક્સક્લુઝિવ વિલા છે, જેમાંથી 52 યુનિટ ફેઝ 1 માં રિલીઝ કરવામાં આવ્યા છે. 2,410 ચોરસ ફૂટથી 3,850 ચોરસ ફૂટ સુધીના આ વિલા થ્રી અને ફોર બીએચકે ફોર્મેટમાં ઉપલબ્ધ છે. બાકીના 24 પ્રીમિયમ વિલા પછીના તબક્કે રિલીઝ કરવામાં આવશે.કંપની સમગ્ર પ્રોજેક્ટ લાઇફસાયકલનું મેનેજમેન્ટ કરશે, જેમાં અમલીકરણ, કામગીરીનું નિરીક્ષણ, વેચાણ, કસ્ટમર રિલેશનશિપ મેનેજમેન્ટ (સીઆરએમ), કલેક્શન્સ અને યુનિટ હેન્ડઓવરનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ RERA સહિતની તમામ નિયમનકારી આવશ્યકતાઓનું સંપૂર્ણપણે પાલન કરે છે અને સંપૂર્ણ ફાઇનાન્શિયલ ક્લોઝર મેળવી લીધું છે. બાંધકામ 30થી 36 મહિનામાં પૂર્ણ થવાની અપેક્ષા છે.