આ ડોક્યુમેન્ટ અમેરિકામાં વેચાણ માટે સિક્યોરિટીઝની ઓફર નથી. સિક્યોરિટીઝ યુનાઇટેડ સ્ટેટ્સ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશનમાં રજિસ્ટ્રેશન ન ધરાવતી હોવાથી કે યુએસ સિક્યોરિટીઝ એક્ટ 1933 હેઠળ રજિસ્ટ્રેશનની જરૂરિયાતોને આધીન વ્યવહારોમાં કે રજિસ્ટ્રેશનમાં મુક્તિમાં ઓફર કરવામાં કે વેચાણ કરવામાં આવી શકે નહીં. આ સિક્યોરિટીઝનું યુનાઇટેડ સ્ટેટ્સમાં કોઈ પબ્લિક ઓફરિંગ નહીં થાય. અમદાવાદ, 23 જૂન, 2025: એચડીબી ફાઇનાન્શિયલ સર્વિસીઝ લિમિટેડ (“HDB Financial” or “The Company”) બુધવાર, 25 જૂન, 2025ના રોજ તેના ઇક્વિટી શેર્સના આઈપીઓ સંદર્ભે તેની બિડ/ઓફર ખુલ્લી કરશે. એન્કર ઇન્વેસ્ટર બિડિંગ તારીખ મંગળવાર, 24 જૂન, 2025 રહેશે. બિડ/ઓફર શુક્રવાર, 27 જૂન, 2025ના રોજ બંધ થશે. બિડ્સ લઘુતમ 20 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 20 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાય છે (“Bid Details”). ઓફરની પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેર દીઠ રૂ. 700થી રૂ. 740 નક્કી કરવામાં આવી છે. પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર્સની રૂ. 1,25,000 મિલિયન (રૂ. 12,500 કરોડ) સુધીના મૂલ્યની કુલ ઓફર સાઇઝમાં રૂ. 25,000 મિલિયન (રૂ. 2,500 કરોડ) સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ અને રૂ. 1,00,000 મિલિયન (રૂ. 10,000 કરોડ) સુધીના મલૂયના ઇક્વિટી શેર્સના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે (“Total Offer Size”).કંપની એન્ટરપ્રાઇઝ લેન્ડિંગ, એસેટ ફાઇનાન્સ અને કન્ઝ્યુમર ફાઇન્સ જેવા કંપનીના બિઝનેસ વર્ટિકલ્સ પૈકીના કોઈપણની હેઠળ ઓનવર્ડ લેન્ડિંગ સહિત કંપનીની ભવિષ્યની મૂડી જરૂરિયાતોને પહોંચી વળવા માટે કંપનીની ટિયર-1 કેપિટલ બેઝને વધારવા માટે ફ્રેશ ઇશ્યૂમાંથી મળેલી કુલ રકમનો ઉપયોગ કરવાની યોજના ધરાવે છે. આ ઉપરાંત, ફ્રેશ ઇશ્યૂમાંથી મળતી રકમના એક હિસ્સાનો ઓફરના ખર્ચને પહોંચી વળવા માટે ઉપયોગ કરવામાં આવશે (“Objects of the Offer”). ઇક્વિટી શેર મૂડીના વેચાણ માટેની ઓફરમાં એચડીએફસી બેંક લિમિટેડ (“Promoter Selling Shareholder”) દ્વારા રૂ. 1,00,000 મિલિયન (રૂ. 10,000 કરોડ) સુધીના મૂલ્યના શેર્સનો સમાવેશ થાય છે (“Offer for sale”). ઇક્વિટી શેર્સ અમદાવાદ ખાતે રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ (“RoC”), ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં 19 જૂન 2025ના રોજ ફાઇલ કરાયેલા કંપનીના રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરવામાં આવશે. ઇક્વિટી શેર્સને બીએસઈ લિમિટેડ (“BSE”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (“NSE”, and together with BSE, Not for distribution outside India the “Stock Exchanges”) પર લિસ્ટિંગ કરવાની યોજના છે. ઓફરના હેતુઓ માટે એનએસઈ નિયુક્ત સ્ટોક એક્સચેન્જ રહેશે. આ ઓફર સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 31 સાથે વાંચતા અને સુધારેલા (“SCRR”) મુજબના સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) નિયમનો, 1957ના નિયમ 19(2) (બી)ના સંદર્ભે કરવામાં આવી રહી છે. ઓફર સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 6 (1) ના સંદર્ભે બુક બિલ્ડિંગ પ્રોસેસ દ્વારા કરવામાં આવી છે જેમાં ઓફરના કમસે કમ 50 ટકા ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (“QIBs” and such portion, the “QIB Portion”) ને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, એ શરતે કે કંપની સેબી આઈસીડીઆર નિયમનો મુજબ બુક રનિંગ લીડ મેનેજર્સ સાથેની ચર્ચા બાદ ક્યુઆઈબી હિસ્સાનો 60 ટકા સુધીનો હિસ્સો વિવેકાધીન ધોરણે એન્કર ઇન્વેસ્ટર્સ (“Anchor Investor Portion”)ને ફાળવી શકે છે જે પૈકી એક-તૃત્યાંશ હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે અનામત રાખવામાં આવશે, જે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ તરફથી ઇક્વિટી શેર્સની જે કિંમતે એન્કર ઇન્વેસ્ટર્સને ફાળવણી કરવામાં આવી હોય (“Anchor Investor Allocation Price”) તે અથવા તેનાથી વધુ કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે. એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં અંડર-સબ્સ્ક્રીપ્શન અથવા નોન-એલોકેશનના કિસ્સામાં બાકીના ઇક્વિટી શેર્સ ક્યુઆઈબી કેટેગરીમાં (એન્કર ઇન્વેસ્ટર પોર્શન સિવાયના) (“Net QIB Portion”) ઉમેરવામાં આવશે. આ ઉપરાંત નેટ ક્યુઆઈબી પોર્શનનો 5 ટકા હિસ્સો માત્ર મ્યુચ્યુઅલ ફંડ્સને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, એ શરતે કે ઓફર પ્રાઇઝ કે તેનાથી વધુ કિંમતે લાયક બિડ્સ પ્રાપ્ત થઈ હોય, અને નેટ ક્યુઆઈબી પોર્શનનો બાકીનો હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત તમામ ક્યુઆઈબી બિડર્સને (એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય) પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, જે ઇશ્યૂ પ્રાઇઝ કે તેનાથી વધુ કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે. આ ઉપરાંત એમ્પ્લોઇ રિઝર્વેશન પોર્શનમાં બિડિંગ કરી રહેલા લાયક કર્મચારીઓ અને એચડીએફસી બેંક શેરહોલ્ડર રિઝર્વેશન પોર્શનમાં બિડિંગ કરી રહેલા લાયક ઠરેલા એચડીએફસી બેંકના શેરધારકોને પ્રમાણસર ધોરણે ઇક્વિટી શેર ફાળવવામાં આવશે, એ શરતે કે તેમના તરફથી ઓફર પ્રાઇઝ કે તેનાથી વધુની કિંમતે માન્ય બિડ્સ પ્રાપ્ત થઈ હોય.આ ઉપરાંત ઇશ્યૂના લઘુત્તમ 15 ટકા નોન-ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સને (“Non-Institutional Category”) ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે જે પૈકી નોન-ઇન્સ્ટિટ્યૂશનલ કેટેગરીનો એક-તૃત્યાંશ હિસ્સો રૂ. 2,00,000થી વધુ અને રૂ. 10,00,000 સુધીની એપ્લિકેશન સાઇઝ ધરાવતા બિડર્સ માટે અનામત રખાશે અને બે-તૃત્યાંશ હિસ્સો રૂ. 10,00,000થી વધુની એપ્લિકેશન સાઇઝ ધરાવતા બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે. નોન-ઇન્સ્ટિટ્યૂશનલ કેટેગરીની આ બંને સબ-કેટેગરીઝ પૈકીની ગમે તેમાં સબ્સ્ક્રાઇબ ન થયેલા હિસ્સાને સેબી આઈસીડીઆર નિયમનો મુજબ નોન-ઇન્સ્ટિટ્યૂશનલ કેટેગરીની અન્ય સબ-કેટેગરીમાં બિડર્સને ફાળવવામાં આવી શકે છે, એ શરતે કે ઓફર પ્રાઇઝ કે તેનાથી વધુ કિંમતે માન્ય બિડ્સ પ્રાપ્ત થઈ હોય. આ ઉપરાંત, સેબી આઈસીડીઆર નિયમનો મુજબ નેટ ઓફરનો લઘુતમ 35 ટકા હિસ્સો રિટેલ ઇન્ડિવિડ્યુઅલ બિડર્સ (“Retail Category”)ને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે જે ઇશ્યૂ કિંમતે કે તેનાથી વધુ કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે. એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય તમામ બિડર્સે ફરજિયાતપણે એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ અમાઉન્ટ (“ASBA”) પ્રોસેસ દ્વારા જ ભાગ લેવાનો રહેશે અને યુપીઆઈ બિડર્સે (અહીં જણાવ્યા મુજબ) યુપીઆઈ આઈડી સહિત (અહીં જણાવ્યા મુજબ) તેમના સંબંધિત બેંક ખાતાની વિગતો આપવાની રહેશે (અહીં જણાવ્યા મુજબ) જેમાં સેલ્ફ સર્ટિફાઇડ સિન્ડિકેટ બેંક્સ (“SCSBs”) દ્વારા અથવા યુપીઆઈ મિકેનિઝમ હેઠળ, જે લાગુ પડતી હોય તે, સંબંધિત બિડની રકમની મર્યાદામાં બ્લોક કરવામાં આવશે. એન્કર ઇન્વેસ્ટર્સને ASBA પ્રોસેસ થકી એન્કર ઇન્વેસ્ટર્સ પોર્શનમાં ભાગ લેવાની પરવાનગી નથી. વધુ વિગતો માટે આરએચપીના પેજ નંબર 538થી શરૂ થતી “Offer Procedure” વાંચો. જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ, બીએનપી પારિબા, બેંક ઓફ અમેરિકા સિક્યોરિટીઝ ઈન્ડિયા લિમિટેડ, ગોલ્ડમેન સાક્સ (ઈન્ડિયા) સિક્યોરિટીઝ પ્રાઇવેટ લિમિટેડ, એચએસબીસી સિક્યોરિટીઝ એન્ડ કેપિટલ માર્કેટ્સ (ઈન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ, આઈઆઈએફએલ કેપિટલ સર્વિસીઝ લિમિટેડ (અગાઉ આઈઆઈએફએલ સિક્યોરિટીઝ લિમિટેડ તરીકે ઓળખાતી), જેફ્રીઝ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, મોર્ગન સ્ટેનલી ઈન્ડિયા કંપની પ્રાઇવેટ લિમિટેડ, મોતીલાલ ઓસ્વાલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ લિમિટેડ, નોમુરા ફાઇનાન્શિયલ એડવાઇઝરી એન્ડ સિક્યોરિટીઝ (ઈન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ, નુવામા વેલ્થ મેનેજમેન્ટ લિમિટેડ, યુબીએસ સિક્યોરિટીઝ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ આ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ છે (“BRLMs”). અહીં ઉપયોગમાં લેવાયેલી પરંતુ વ્યાખ્યા ન કરાયેલી તમામ કેપિટલાઇઝ્ડ ટર્મ્સનો આરએચપીમાં જણાવ્યા મુજબનો અર્થ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here