ગાંધીનગરઃ રાજ્યમાં વરસાદ અનરાધાર વરસી રહ્યો છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અને અરવલ્લીમાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદની વકી રહેલી છે, આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદની વકી છે.  40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. બંદરો પર 3 નંબરનું સિગ્લન લગાવવામાં આવ્યું છે અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

હવામાન વિભાગે ઉત્તર ગુજરાતના 4 સહિત રાજ્યના 9 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, સુરેન્દ્રનગર અને મોરબીમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ગાંધીનગર, ખેડા, રાજકોટ, જામનગર, પોરબંદર, અમદાવાદમાં પણ ભારે વરસાદની સંભાવના છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ છોટાઉદેપુરના સંખેડામાં 4 ઇંચ વરસાદ નોંધાયો હતો. સુરતના ઉમરપાડામાં 3.90 ઇંચ, સાબરકાંઠાના ઇડરમાં 3.86 ઇંચ, તાપીના વ્યારામાં 3.54 ઇંચ વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં સિઝનનો કુલ 81.74 ટકા વરસાદ વરસી ચુક્યો છે. જેમાં સૌથી વધુ કચ્છમાં 84.58 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 84.38 ટકા વરસાદ વરસ્યો છે.. જ્યારે સૌથી ઓછો મધ્ય પૂર્વમાં 77.19 ટકા વરસાદ વરસ્યો છે. તો બીજી તરફ, ભારે વરસાદના કારણે રાજ્યના 91 ડેમ હાઈ એલર્ટ પર અને 28 ડેમ એલર્ટ પર છે. અત્યાર સુધીમાં રાજ્યના 64 ડેમ 100 ટકા ભરાઈ ગયા છે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here