સુરતઃ તાપી નદી પરના ઉકાઈ ડેમની સતત વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદને લીધે ડેમની જળસપાટી વધી રહી છે. તેથી ડેમમાંથી 67,584 ક્યુસેક પાણી છોડવામાં આવતા તાપી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. સુરત શહેરના તાપી નદી પરના કોઝવે પર પાણીનો ફ્લો 1,11,231 ક્યુસેક નોંધાયો છે, જેના પરિણામે કોઝવે વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. કોઝવેની ભયજનક સપાટીથી લગભગ બે મીટર ઉપરથી પાણી વહી રહ્યું છે.

તાપી નદીના ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે. ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક થતાં તંત્ર દ્વારા તાપી નદીમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના પરિણામે સુરતનો વિયર કમ કોઝવે ઓવરફ્લો થયો છે. હાલની પરિસ્થિતિને જોતાં સુરત શહેર અને તાપી નદીના કિનારે આવેલા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.  ઉકાઈ ડેમની જળ સપાટી 335.71 ફૂટ પર પહોંચી છે, જે તેના રૂલ લેવલની નજીક છે. ડેમમાં ઉપરવાસમાંથી 67,584 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને ડેમની સપાટીને સ્થિર રાખવા માટે તેટલું જ એટલે કે 67,584 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી તાપી નદી તેના બંને કાંઠે છલકાઈ છે.

ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવેલા પાણી અને કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદના કારણે તાપી નદીમાં પાણીનો પ્રવાહ એક લાખ ક્યુસેકથી પણ વધુ જોવા મળી રહ્યો છે. હાલમાં કોઝવે પર પાણીનો ફ્લો 1,11,231 ક્યુસેક નોંધાયો છે, જેના પરિણામે કોઝવે વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે, જ્યારે હાલની સપાટી 7.90 મીટર નોંધાઈ છે. એટલે કે, કોઝવેની ભયજનક સપાટીથી લગભગ બે મીટર ઉપરથી પાણી વહી રહ્યું છે. વહેલી સવારે સુરતમાં પણ વરસાદ પડ્યો છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here