ટાટા ગ્રુપની ભારતની સૌથી અગ્રણી ઓમ્ની-ચેનલ ઇલેક્ટ્રોનિક્સ રિટેલર ક્રોમા સ્પેશિયલ ગણેશ ચતુર્થી ઓફર્સ સાથે આ ઓગસ્ટમાં રોમાંચ વધારી રહી છે. સમગ્ર મહારાષ્ટ્રગુજરાતકર્ણાટકઆંધ્ર પ્રદેશતેલંગાણામધ્ય પ્રદેશતમિળનાડુ અને ગોવામાં 22થી 29 ઓગસ્ટ સુધી આ ઓફર ચાલશે. ગ્રાહકો સ્ટોરમાં જઈને અથવા croma.com પરથી ખરીદી કરી શકે છે. ઇન્સ્ટન્ટ બેંક કાર્ડ ડિસ્કાઉન્ટ્સ વધુ સારી બચત કરાવે છે.તહેવારો પર રજૂ કરાયેલી આ શ્રેણી પાર્ટી ઓડિયોથી માંડીને રોજબરોજની રસોડાની વસ્તુઓ સુધી તમામ કેટેગરીઝમાં આકર્ષક ડીલ્સ પૂરી પાડે છે. ગ્રાહકો રિયલમી ટીડબ્લ્યુએસ રૂ. 999માંરૂ. 2,999થી શરૂ થતા માઇક સાથેના પાર્ટી સ્પીકર્સ અને રૂ. 15,990માં વાયરલેસ યુએચએફ માઇક સાથે ક્રોમાના 200 વોટ પાર્ટી સ્પીકરમાંથી પસંદગી કરી શકે છે. સોનીજેબીએલ અને માર્શલના પ્રીમિયમ હેડફોન્સ પર એક્સક્લુઝિવ કિંમતો આ રોમાંચને વધારે છે. ગ્રાહકો અગ્રણી વેલ્યુ 5જી સ્માર્ટફોન્સ* પર આકર્ષક ઓફર્સ પણ મેળવશે.આ ખરીદીને વધુ કિફાયતી બનાવવા માટે ક્રોમા લોકપ્રિય સમયગાળા પર સરળ ઇએમઆઈ ઓફર કરી રહ્યું છે. ગ્રાહકો ટોચની કેટેગરીઝ પર એક્સચેન્જ બોનસનો લાભ પણ લઈ શકે છે. ઊંચા બિલની રકમો પર બેંકની બચતમાં વધારો પણ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here