ભારતમાં વાયર અને કેબલની અગ્રણી ઉત્પાદક આરઆર કાબેલએ તાપમાનમાં થઈ રહેલ સતત વધારો અને ઈલેક્ટ્રિકલ લોડના વધવાની સ્થિતના આ સમયગાળામાં ભારતીય રહેઠાણો તથા ઈન્ફ્રાસ્ટ્રક્ચરની વધતી માંગને ધ્યાનમાં રાખી સંખ્યાબંધ નેક્સ્ટ-જનરેશન વાયર સોલ્યુશન્સ રજૂ કરવાની જાહેરાત કરી છે. આ નવા ઉત્પાદન ફ્લેમેક્સ એચઆર+એફઆર, સુપરેક્સ ગ્રીન એચઆર+એફઆર તથા ફાયરેક્સ એલ એસ ઝીરો એચ-ઈબીએક્સએલ જેવી વિશેષતા સાથે વિવિધ એપ્લિકેશન્સમાં સર્વશ્રેષ્ઠ સુરક્ષા, પર્ફોમન્સ, તથા ટકાઉ સોલ્યુશન્સથી સજ્જ છે.આરઆર કાબેલના એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર શ્રી રાજેશ કાબરાએ જણાવ્યું હતું કે, “જેમ જેમ ઘર સ્માર્ટ થઈ રહ્યા છે તથા ગ્લોબલ વોર્મિંગને લીધે તાપમાન વધી રહ્યું છે તેમ વાયરને પણ વિકસિત કરવાની જરૂર પડશે.  અમારી આ નવી રેન્જ વર્તમાન સમયની માંગને પૂરી કરવા માટે તૈયાર કરવામાં આવેલ છે તે ઉપરાંત આવતીકાલની એટલે કે ભવિષ્યના પડકારોને લઈ પૂર્વાનુમાન લગાવવા માટે પણ તૈયાર કરવામાં આવેલ છે, જેમાં ઊંચા તાપમાન તથા હેવિયર ઈલેક્ટ્રિકલ લોડથી લઈ વધુ સુરક્ષિત તથા પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનો પણ સમાવેશ થાય છે.”વધારે પડતી ગરમીવાળા વાતાવરણમાં ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરવા માટે નિર્માણ પામેલ ફ્લેમેક્સ એચઆર+એફઆર વાયર 20 ટકા વધારે કરન્ટ-કેરિંગ કેપેસિટી પ્રદાન કરે છે અને 85 સેલ્સિયસ સુધીના તાપમાન પર સુરક્ષિત રીતે સંચાલિત હોય છે,જે નિયત માપદંડ એફઆર વાયરની તુલનામાં 15 સેલ્સિયસ તાપમાન વધારે છે. તે વધેલી સુરક્ષા માટે હિટ રેસિસ્ટન્સ (એચઆર) તથા ફ્લેમ રીટાર્ડન્ટ (એફઆર)ને જોડે છે, જ્યારે આ સ્થિતિ સાનુકૂળ છે અને સરળતાતી ઈન્સ્ટોલેશન કરી શકાય છે. ઉંદર રક્ષક અને  ઊધઈ રક્ષક તેમની સ્થાયિત્વને વધારે છે, જેથી આ ઉપયોગિતા સ્થાનો જેવી ઉચ્ચ માંગવાળા ક્ષેત્રો માટે આદર્શ સમાધાન બની જાય છે, જ્યાં પર્ફોમન્સ અને સુરક્ષા અત્યંત મહત્વના બની જાય છે.સુપરેક્સ ગ્રીન એચઆર+એફઆર વાયર
અત્યાધુનિક હિટ ગાર્ડ ટેકનોલોજીને કડક રીચ અને આર ઓ એચ એસ અનુપાલન (245+જોખમી રસાયણોથી મુક્ત) સાથે એકીકૃત કરીને સુપરએક્સ ગ્રીન ભારતમાં કેટલીક જાગૃકતા સાથે તાલમેળ ધરાવતા વાયર પૈકીનું છે, જે સુરક્ષા અને સ્થિરતા માટે શ્રેષ્ઠ રીતે ડિઝાઈન કરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here