ગુજરાતમાં 2 ઓક્ટોબરના વિજયાદશમીની ઉજવણી કરવામાં આવશે. દશેરાના દિવસે રાવણના પૂતળાનું દહન કરવામાં આવે છે. રાજકોટમાં 54 ફૂટના રાવણના પૂતળાનું નિર્માણ કરવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશના કારીગરોએ આ પૂતળું બનાવ્યું છે. આ ઉપરાંત મેઘનાથ અને કુંભકર્ણના પૂતળાનું દહન થશે.રાજકોટમાં દશેરાનો તહેવાર માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સામાજિક એકતાનું પ્રતીક બની રહ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા છેલ્લા 29 વર્ષથી સતત આસુરી શક્તિઓના નાશ માટે રાક્ષસ દહનનો કાર્યક્રમ યોજવામાં આવે છે. આ વર્ષે પણ રાજકોટના રેસકોર્સ મેદાનમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના સૌથી ઊંચા 54 ફૂટના રાવણના પૂતળાનું દહન થશે. સાથે જ 45-45 ફૂટના મેઘનાથ અને કુંભકર્ણના પૂતળાઓને પણ અગ્નિ સમર્પિત કરવામાં આવશેપૂતળા બનાવવાની કળામાં ઉત્તર પ્રદેશના કુશળ કારીગરોની મહેનત ઝળહળી રહી છે. તેઓ ખાસ કરીને વાંસનો ઉપયોગ કરે છે, જે ઇમારતી લાકડું ગણાય છે. આ કારીગરો અઠવાડિયાઓ સુધી સતત શ્રમ કરીને વિશાળ આકારના રાવણ, મેઘનાથ અને કુંભકર્ણના પૂતળા તૈયાર કરે છે.