અમદાવાદઃ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી (ગ્રામ્ય) કૃપા જહાની બદલી મહિસાગર જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (DPEO) તરીકે કરી છે. અને અમદાવાદ ગ્રામ્ય DEOનો ચાર્જ અમદાવાદ શહેર DEO રોહિત ચૌધરીને સોંપવામાં આવ્યો છે. કૃપા જહાની અચાનક સિંગલ ઓર્ડરમાં બદલી થતા શિક્ષણ જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે. ઉલ્લેખનીય છે કે બદલીમાં કારણ પણ જાહેર હિતમાં લખવામાં આવ્યું છે.
રાજ્યના શિક્ષણ વિભાગે ગઈકાલે રાતે અચાનક જ અમદાવાદ ગ્રામ્ય DEO કૃપા ઝાની બદલીનો ઓર્ડર કર્યો છે. કૃપા ઝાની ગ્રામ્ય DEOથી બદલી કરીને મહીસાગર જિલ્લાના DPEO તરીકે નિમણૂક કરવામાં આવી છે. અમદાવાદ શહેર DEO રોહિત ચૌધરીને ગ્રામ્ય DEOનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. કૃપા ઝા અમદાવાદ ગ્રામ્ય DEO ઉપરાંત અમદાવાદ શહેરના DPEOનો ચાર્જ પણ સંભાળી રહ્યા છે. જે હજુ યથાવત જ રહેશે. અચાનક જ બદલી થતા અનેક તર્કવિતર્ક ઊભા થયા છે. શિક્ષણ જગતમાં પણ આ બદલીને લઈને અનેક ચર્ચાઓ શરૂ થઈ છે.
કૃપા ઝાની બદલી અને રોહિત ચૌધરીને વધારાનો ચાર્જ સોંપવાના નિર્ણયથી અમદાવાદ જિલ્લાના શૈક્ષણિક વહીવટમાં કેટલાક મહત્ત્વના ફેરફારો જોવા મળી શકે છે. શિક્ષણ વિભાગ દ્વારા આ બદલી પાછળનું કારણમાં જાહેરત હિતમાં લખવામાં આવ્યું છે. આ ઉપરાંત અંગે અન્ય કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. અચાનક જ બદલી થતા અનેક તર્કવિતર્ક ઊભા થયા છે. પરંતુ સામાન્ય રીતે આવી બદલીઓ વહીવટી કાર્યક્ષમતા અને શાસનમાં સુધારો લાવવા માટે કરવામાં આવતી હોય છે.