અમદાવાદઃ રક્ષાબંધનના તહેવારને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે એએમટીએસ દ્વારા રક્ષાબંધનના દિને મહિલાઓને મફત મુસાફરીની જાહેરાત કરવામાં આવી છે. બહેનો પોતાના ભાઈને રક્ષા બાંધવા માટે જતી હોય છે. ત્યારે એએમટીએસ દ્વારા બહેનોને મફત મુસાફરીની ભેટ આપવામાં આવી છે. દર વર્ષે એએમટીએસ દ્વારા રક્ષાબંધનના દિને મહિલાઓ માટે મફત મુસાફરીની જાહેરાત કરવામાં આવે છે. ગયા વર્ષે પણ 50 હજારથી વધુ મહિલાઓએ એએમટીએસ બસમાં મફત મુસાફરિનો લાભ લીધો હતો.
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) દ્વારા રક્ષાબંધનના તહેવારમાં મહિલાઓ એએમટીએસ બસમાં મફત મુસાફરી કરી શકશે તેવી જાહેરાત કરવામાં આવી છે. એએમટીએસ કમીટીના ચેરમેન ધરમસિંહ દેસાઈએ જણાવ્યું હતું કે રક્ષાબંધનમાં મોટી સંખ્યામાં મહિલાઓ ભાઈને રાખડી બાંધવા માટે તેમના ઘરે જતી હોય છે. આથી એએમટીએસ બસમાં મહિલાઓ માટે રક્ષાબંધનના દિવસે મફત મુસાફરી કરવા દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે સવારે બસના શરૂઆતથી લઈ રાત્રે બસ બંધ થાય ત્યાં સુધી કોઈ પણ રૂટ અને સ્થળની એએમટીએસ બસમાં મહિલાઓને ટિકિટ લેવાની રહેશે નહીં. ગત વર્ષે રક્ષા બંધનમાં 50 હજારથી વધુ મહિલાઓએ મુસાફરી કરી હતી ત્યારે ચાલુ વર્ષે પણ રક્ષાબંધનના તહેવારમાં મહિલાઓને મફતમાં મુસાફરી કરી શકે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો.