અમદાવાદઃ સિવિલ હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી વિભાગના વડા ડો. જયેશ સચદે એ જણાવ્યું હતું કે તારીખ 23/08/2025ના રોજ સિવિલ હોસ્પિટલના સ્કીનબેંકના હેલ્પલાઇન નંબર ઉપર અમદાવાદના ઘોડાસર વિસ્તાર શ્રધ્ધા બાળકોની હોસ્પિટલના ડો. કિરણ દ્વારા શહેરના ઘોડાસરમાં રસીકપાર્ક સોસાયટીમાં રહેતા 73 વર્ષના પટેલ કીર્તીકુમાર અવસાન પામતા તેમની દીકરી સીમાબેનની સંમતિ થી સ્કિન ડોનેશન માટે કૉલ આવતાં તરત જ સ્કીન બેંકના ડોક્ટરોની ટીમ દાતાના ઘરે પહોંચી બરડાના ભાગેથી ચામડી મેળવી હતી.

સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં સ્કીન બેંક ખુલ્યા બાદ અત્યાર સુધીમાં થયેલ આ 23 મુ સ્કીન દાન છે તેમજ દાઝેલા દર્દીઓની સારવાર માં દાનમાં મળેલ ચામડી ટ્રાન્સપ્લાન્ટ કરવાથી ખુબ જ સારા પરીણામો મળે છે,.ડો. જયેશ સચદે, પ્લાસ્ટિક સર્જરી વિભાગના વડા.ઘરેથી મેળવેલ 8મુ સ્કીન દાન છે તેમ સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષીએ જણાવ્યુ હતુ.

સિવિલમાં થયેલ 207માં અંગદાન ની વિગતો એવી છે કે, અમદાવાદ નારોલના વતની એવા દીનેશભાઇ સાકરીયાના અંગદાન થી 2 કીડની અને 1 લીવર નુ દાન મળ્યુ.નારોલ વિસ્તાર માં રહેતા અને પેટ્રોલ પંપ ઉપર કામ કરી પરીવાર નુ ગુજરાન ચલાવતા એવા દીનેશભાઇ સાકરીયા ને 20.08.2025  ના રોજ માથુ દુખવા તેમજ ઉલ્ટી થવાની ફરીયાદ સાથે બેભાન થઇ જતા પ્રથમ એલ જી હોસ્પિટલ અને ત્યારબાદ જમાલપુર વિસ્તાર માં આવેલ છીપા હોસ્પિટલ માં બતાવ્યા બાદ વધુ સારવાર અર્થે તારીખ  20.08.2025  વહેલી સવારે સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં પરીવારજનો લઇ આવ્યા હતા.

સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન તારીખ 21.08.2025 ના રોજ ડોક્ટરોએ દીનેશભાઇ સાકરીયાને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. સિવિલ હોસ્પિટલની અંગદાન ટીમ ના ડૉ. મોહીત ચંપાવત દ્વારા દીનેશભાઇ સાકરીયા ના સ્વજનોને તેમની બ્રેઇનડેડ પરીસ્થિતિ અને અંગદાન વિશે સમજાવતા સિવિલ હોસ્પિટલ માં હાજર તેમના પત્ની નીરુબેન તેમજ બાળકો એ  તેમના અંગોનું દાન કરવા સંમતિ આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here