અનલિમિટેડ ઉન્નતિ અને આઈ કેન આઈ વીલ ફાઉન્ડેશન “બિલ્ડ ઇન્ડિયા” મિશનને પ્રોત્સાહન આપવા માટે કાર્યો કરે છે. તેઓ બિઝનેસ ઓનર્સને પરિવર્તન માટે તાલીમ આપે છે. આ માટે બિઝનેસ કોચ શ્યામ તનેજાના નેતૃત્વમાં તેમણે વિવિધ પ્રોગ્રામ પર કામ કરી રહ્યાં છે જેમાં, ઈ-પેડ, આઈ- લીડ સંગત, વી લીડ, લી-મા વગેરેનો સમાવેશ થાય છે. આ માટે દર અઠવાડિયે વિવિધ સેશનનું આયોજન કરવામાં આવે છે. ખાસ કરી ને સંસ્થાનો હેતુ એસએમઈ કંપનીને ગ્રોથ તરફ લઈ જવા અંગે છે.ઈ- પેડ અંતર્ગત તેઓ મર્યાદા તોડવા, સ્વતંત્ર રીતે વિચારવા અને ભારતના અર્થતંત્રને આગળ ધપાવવા માટે SME માલિકોની સાથે ચાલવું વગેરે અંગે પ્રકાશ પાડે છે. આઈ- લીડ સંગત પ્રોગ્રામમાં બિઝનેસ લીડર્સનું ગ્રુપ હોય છે કે જેઓ ક્વોન્ટમ વૃદ્ધિ માટે વિચારો, ઉકેલો અને સફળતાનું આદાન-પ્રદાન કરવામાં એકઠા થાય છે. વી- લીડમાં ટીમોની ઉત્કૃષ્ટતાને પાવરહાઉસમાં બદલવામાં આવે છે જ્યાં શ્રેષ્ઠ, સર્વોત્તમ અને તેનાથી આગળ વધવા વિશે ચર્ચાઓ કરાય છે. લી- મા (લીડરશીપ ઈન માર્કેટિંગ)અંતર્ગત બાળકોને મર્યાદા
વિના સ્વપ્ન જોવા, હેતુપૂર્વક કાર્ય કરવા અને ઉદ્દેશ્ય અને આત્મવિશ્વાસ સાથે નેતૃત્વ કરવા માટે ઉછેરવા વગેરે બાબતો અંગે શીખવવામાં આવે છે.સપનાઓ જોઈને તેને સાકાર કરવા સુધીના દરેક પાસાઓમાં ઉન્નતિ સંસ્થા અને આઈ કેન આઈ વીલ ફાઉન્ડેશનની બિલ્ડ ઇન્ડિયા મુવમેન્ટ વ્યવસાયિકોને પોતાના બિઝનેસને આગળ લાવવા માટે પ્રોત્સાહન આપે છે.